શાહીન બાગ મુદ્દે હવે જનતાનો રોષ ભભૂક્યો, રસ્તો ખુલ્લો કરાવવા માટે લોકોનું જબરદસ્ત પ્રદર્શન 

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે શાહીનબાગ આજે સવારે મોટો હંગામો જોવા મળ્યો. અત્યાર સુધી નાગરિકતા કાયદાની સામે પ્રદર્શન કરી રહેલા શાહીન બાગના દેખાવકારો સામે હવે સામાન્ય જનતાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

શાહીન બાગ મુદ્દે હવે જનતાનો રોષ ભભૂક્યો, રસ્તો ખુલ્લો કરાવવા માટે લોકોનું જબરદસ્ત પ્રદર્શન 

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે શાહીનબાગ આજે સવારે મોટો હંગામો જોવા મળ્યો. અત્યાર સુધી નાગરિકતા કાયદાની સામે પ્રદર્શન કરી રહેલા શાહીન બાગના દેખાવકારો સામે હવે સામાન્ય જનતાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. શાહીન બાગમાં કેટલાક સ્થાનિક લોકોએ બંધ પડેલા રસ્તાને ખોલાવવા માટે પ્રદર્શન કર્યું. અત્રે જણાવવાનું કે નાગરિકતા કાયદાના વિરોધમાં લગભગ 50 દિવસથી એક મહત્વના રસ્તાને બ્લોક કરીને પ્રદર્શન થઈ રહ્યું છે. 

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે શાહીનબાગમાં ચાલતા આંદોલનના કારણે તેમણે ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદર્શનકારીઓ સતત નારેબાજી કરી રહ્યાં છે. જો કે પોલીસે તેમને ધરણા સ્થળ પર જાય તે પહેલા જ રોકી લીધા હતાં. નોંધનીય છે કે શાહીન બાગમાં લાંબા સમયથી નાગરિકતા કાયદા સામે ચાલી રહેલું આંદોલન દિલ્હી સહિત સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. શાહીન બાગ બાદ દેશભરના શહેરોમાં સીએએ વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું છે. 

નાગરિકતા કાયદા હેઠળ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને બાંગ્લાદેશથી આવેલા લઘુમતી હિન્દુઓ, બૌદ્ધ, શીખ, પારસી અને ખ્રિસ્તિ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈવાળો નાગરિકતા સંશોધન કાયદો લાગુ કર્યો છે. 

જુઓ LIVE TV

લોકસભા અને રાજ્યસભામાં નાગરિકતા કાયદો પસાર થયા બાદથી દિલ્હીના જામિયા તથા શાહીન બાગ વિસ્તારમાં તેને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ કાયદાનો વિરોધ કરનારા લોકો તેને ગેરબંધારણીય અને ધાર્મિક આધાર પર ભેદભાવવાળો ગણાવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news